ઓક્સિજન સોફ્ટવેર

  • 598
  • 168

હવે, સાયબર ઠગો ઓક્સિજનથી ઝડપાશે : દિલ્હી પોલીસે ઇઝરાયલ અને ઓસ્ટ્રેલિયા પાસેથી સાયબર ઠગોને પકડવા ખાસ સોફટવેર ખરીદ્યા : દિલ્હીમાં પાયલટ પ્રોજેક્ટમાં સફળતા મળ્યાં બાદ પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યોમાં અમલી કરાશે ભારતમાં દિવસે દિવસે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. રાષ્ટ્રીય ક્રાઇમ બ્યુરો તરફથી મળતાં આંકડા અનુસાર દેશમાં સાયબર ગુનાનો સૌથી સામાન્ય પ્રકાર નાણાકીય છેતરપિંડી છે. ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્ચેના સાયબર ગુનાઓમાં ૭૫ ટકા હિસ્સો નાણાકીય છેતરપિંડીનો છે. ૨૦૨૪ના પ્રથમ ચાર મહિનામાં જ દેશવાસીઓ સાથે રૂા. ૧૭૫૦ કરોડનું સાયબર ફ્રોડ થયું છે. રાષ્ટ્રીય ક્રાઇમ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૮માં સાયબર ફ્રોડની સંખ્યા ૨,૦૮,૪૫૬ હતી. જેમાં દરર્ષે સતત વધારો થઇ રહ્યો છે.