તારી પીડાનો હું અનુભવી - ભાગ 22

  • 574
  • 230

એ દિવસે મને જેટલો આઘાત લાગ્યો હતો, એટલો આઘાત મારી અત્યાર સુધીની જિંદગીના બધા આઘાતોને ભેગા કરે તોય ઓછો પડે.પહેલા તો મારી વાસ્તવિકતાથી બધા વાકેફ હતા અને આ તો લોકોને છેતરીને મેળવેલું સુખ હતું. એટલે આમાં ડબલ માર પડ્યો. એક તો હકીકત બધાની સામે આવી ગઈ અને બીજું હું કોઈનો સામનો કરવાને લાયક ના રહી.વિગના સહારે મેં જે કલ્પનાઓ કરેલી, પોતાનામાં જે ફેરફાર જોયેલા અને અનુભવેલા, એને જ મેં મારી નવી દુનિયા માની લીધી હતી. હું વિગને જ મારા જીવનનો સહારો માની બેઠી હતી. એના આધારે મળતા સુખ, માન, કીર્તિ જાણે ક્યારેય મારી પાસેથી ખસવાના જ નથી, એવી મને દૃઢ