નિતુ - પ્રકરણ 61

નિતુ : ૬૧(આડંબર) "નિતુએ અત્યારે આ રીતે મળવાનું કેમ નક્કી કર્યું હશે?" આ પ્રશ્ન સતત કરુણાના મનમાં ચાલી રહ્યો હતો. રિક્ષાથી ઘરે જઈ રહેલી કરુણાની નજર રોડના ફુટપાથની ઉપર બનેલા લેક ગાર્ડનની દીવાલને લગોલગ એવા સિમેન્ટના બાંકડા પર બેઠેલી નિતુ પર પડી. તેણે રિક્ષામાંથી જ તેને સાદ કર્યો અને તેનું ધ્યાન ખેંચ્યું. રીક્ષા થોભાવી તે નીચે ઉતરી અને નિતુ ઉભી થઈને તેની તરફ ચાલી. "શું વાત છે? તે અચાનક આ રીતે મળવાનું કેમ નક્કી કર્યું?" "અંદર ચાલ આપણે શાંતિથી વાત કરીએ." કહી તે તેને લઈને ગાર્ડનમાં પ્રવેશી. સૂર્યાસ્ત થઈ ચુક્યો હતો પરંતુ સમીસાંજનું ઓજસ હતું. એકબીજાના પાછળના ભાગને ટેકવી રાખ્યા હોય એમ વિરોધી દિશામાં બે બાંકડાઓ હતા. તેણે ત્યાં જવાનું પસંદ કર્યું. પાછળની બાજુના બાંકડા પર મોઢા પર સ્કાર્પ બાંધી મોઢું સંતાડેલી એક સ્ત્રી આવી અને તેઓની પહેલા બેસી ગઈ. કોણ છે એ જોવું મુશ્કેલ હતું. પરંતુ કોઈ જાતની પ્રવાહ કર્યા વિના તેની પાછળના ખાલી બાંકડા પર બંનેએ સ્થાન લીધું. "શું થયું નીતિકા? આ રીતે અચાનક