નવજીવન

  • 810
  • 328

નવજીવન                            (લઘુકથા)ગૌતમનાં હાથ કામ કરતાં અટકી ગયા અને મગજમાં વિચારો દોડવા લાગ્યા. ફરી ફરીને એક સવાલ તેને મુંઝવી રહ્યો હતો. તેના ચહેરા પર છવાયેલી ઉદાસી જોઇને તેના બા બોલ્યાં,     “બેટા! શું વિસારે છે? કંઇ ચિંતામાં છો?”  ગૌતમે માથું ઝાટકતા કહ્યું, “કઈં નહી બા, એ તો બસ એમ જ.” મા આગળ જુઠું બોલવામાં સફળ તો થઇ ગયો. પણ મનનું શું?    માથા પર આવી ગયેલા સૂર્ય સામે એક નજર ફેંકી કપાળે વળેલો પરસેવો લૂછ્યો. લાકડી લઈને ચાકડો ફેરવ્યો અને માથે મુકેલ માટીના પીંડને આકાર આપવા લાગ્યો.  ગૌતમ તેના માબાપનો સાત ખોટનો