રેસ્કયુ બુક

  • 750
  • 254

પુસ્તક: રેસ્કયુ બુકલેખક: ડૉ. નિમિત્ત ઓઝાપરિચય: રાકેશ ઠક્કર        જ્યારથી વોટ્સએપ લોકપ્રિય અને ઉપયોગી થયું છે ત્યારથી સુવિચારોનું જાણે પૂર આવ્યું છે. મિત્રો સંબંધીઓ વગેરે રોજ સવારે સુવિચાર મોકલતા રહે છે. એને ઘણા લોકો મહત્વ આપતા નથી. વાંચવાનું સૌજન્ય પણ દાખવતાં નથી. પરંતુ જીવનમાં આવા સુવિચાર બહુ ઉપયોગી અને આપણો વિકાસ કરનારા બની રહે છે. આ પુસ્તકમાં લેખકે ખૂબ સરસ વિચારો આપ્યા છે. લેખકે પ્રસ્તાવનામાં પોતાના સુવિચારોના શોખ વિશે વાત કરી છે સમય જતા યાદ છૂટી ગઈ હતી પરંતુ ફરીથી જ્યારે પુસ્તકો તરફ પાછા વળ્યા ત્યારે સુવિચારો મદદે આવ્યા હતા. લેખક કહે છે કે રોજ વિટામિન કે કેલ્શિયમની ગોળીઓ ખાઈએ એ રીતે