નારદ પુરાણ - ભાગ 57

  • 282
  • 88

સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે હું મહાવિષ્ણુના મંત્રોનું વર્ણન કરું છું; આ લોકમાં તે અત્યંત દુર્લભ છે; જે પામ્યા પછી મનુષ્યો શીઘ્ર પોતાની અભીષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. જેના ઉચ્ચારણ માત્રથી અનેક પાપપુંજ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મા આદિ પણ એ જ મંત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ સંસારનું સર્જન કરવામાં સમર્થ થાય છે.         પ્રણવ અને નમ: પૂર્વક ચતુર્થી અંતવાળું ‘નારાયણ’ પદ હોય ત્યારે ‘ॐ नमो नारायणाय’ આ અષ્ટાક્ષર મંત્ર થાય છે. સાધ્ય નારાયણ આના ઋષિ છે, ગાયત્રી છંદ છે. અવિનાશી ભગવાન વિષ્ણુ દેવતા છે, ૐ બીજ છે, નમ: શક્તિ છે તથા સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે આનો વિનિયોગ કરવામાં