ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 7

  • 596
  • 292

પ્રેમચંદ અને મંટો એ હિન્દી ફિલ્મોને પોતાની પ્રતિભાથી ઉજાળી હતી...... હિંદી તેમ જ ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી લાંબી છે. ટાગોર-શરતચંદ્ર-બંકિમચંદ્ર, મુનશી-મેઘાણી-મડીયા, ધર્મવીર ભારતી- મહાશ્વેતાદેવી-રાજિંદરસિંઘ બેદી-ઇસ્મત ચુગતાઇ જેવી સાહિત્યજગતની નામી હસ્તીઓનાં લખાણ ફિલ્મો માટે અપનાવાયાં છે. કેટલાકે ખાસ ફિલ્મો માટે લખ્યું છે. પરંતુ ફિલ્મઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે સાહિત્યકારોમાંથી બે નામ જરા અલગથી યાદ આવે છેઃ હિંદીમાં મુન્શી પ્રેમચંદઅને ઉર્દુમાં સઆદત હસન મંટો.પોતપોતાના પ્રદાનને કારણે વીસમી સદીના જ નહીં, સર્વકાલીન મહાન સાહિત્યકારોની હરોળમાં પ્રેમચંદ અને મંટોની ગણના થાય છે. આ બન્ને સર્જકોમાં એક વિશિષ્ટ સામ્ય છેઃ તેમણે ફિલ્મકંપનીઓમાં પગારદાર લેખક તરીકે કામ કર્યું હતું. બન્નેના સંજોગો, જરૂરિયાતો અને કારણ જુદાં હતાં.