થિંન્ક ડિફરન્ટ

  • 666
  • 218

"થિંન્ક ડિફરન્ટ" "થિંન્ક ડિફરન્ટ"  એટલે  કારર્કિદી  ક્ષેત્રે  સફળતા  અપાવતું  અતિ મહત્ત્વનું પરિબળ મારા એક લેખમાં મે “કારર્કિદી જીવન નિર્માણનો પાયો નાખવાની એક અનોખી શરૂઆત' ના વિષય સાથે મારા કારર્કિદી અંગેના વિચારો, આપ સૌ સમક્ષ રજૂ કર્યા હતાં. હવે “થિન્ક ડિફરન્ટ" ના વિષય થકી કારર્કિદીમાં સફળતા અંગેના મારા વિચારો રજૂ કરી રહ્યો છું. હકીકતમાં “થિંન્ક ડિફરન્ટ" એ એપલ કંપનીની સ્થાપના કરીને વિશ્વમાં કોમ્પ્યુટર ક્રાંતિ કરનારા સ્ટીવ જોબ્સે આ સૂત્ર આપ્યું છે. એનો મતલબ એમ થાય છે કે બીજાઓ કરતાં કંઈક અલગ રીતે વિચારો, સ્ટીવ જોબ્સનું આ સૂત્ર સફળતાનો મંત્ર છે અને આજના આ સ્પર્ધાત્મક જગતમાં સફળ કરિયરનો પણ સુવર્ણ મંત્ર છે.