આસપાસની વાતો ખાસ - 7

  • 750
  • 1
  • 412

મોટા ઘરની વહુ ગોર મહારાજ હીંચકાને ઠેસી મારતાં બોલ્યા, “અરે યજમાન, એવું સરસ માગું લાવ્યો છું.. આવું  મોટું ઘર.. મોટું ફળિયું, બહાર  મોટો બગીચો, એમાં ફૂલ છોડની હાર..” યજમાનની પત્નીથી પ્રસન્નતા ભર્યું સીસ.. થઈ ગયું. ‘વાહ, બગીચો, એ પણ ઘરમાં?’ તેમનાથી બોલાઈ ગયું. તક ઝડપી ગોર એમની તરફ ફર્યા અને કહે  “અરે  બગીચો તો ખરો, એમાં  વાડ પણ, બહેન, તમે  હાથે મૂકો એ મેંદીની.  ઉપરાંત, જુઓ બહેન, આપણા ગામમાં છે એમ દીકરીએ પાણી ભરવા કુવે જવું નહીં પડે.  ઘરમાં જ એઈ ને પાણીનો મોટો દદુડો પાડતો  નળ પણ છે હોં!” યજમાન કહે “સારું, સારું. પણ ઘર કેવું?” યજમાન ઘર એટલે