વિરાટ બ્રહ્માંડમાં અગણિત આકાશગંગાઓ છે. એમાં કરોડો તારાઓ અને ગ્રહો આવેલા છે. આપણી આકાશગંગા ’મિલ્કી વે’માં પણ આશરે કરોડોની સંખ્યામાં ગ્રહો આવેલા છે. આ બધા નિર્જીવ છે એવું માનવામાં આવતું નથી. ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે સમસ્ત બ્રહ્માણ્ડમાં લગભગ હજારેક તો એવા ગ્રહો હશે જ કે જ્યાં પૃથ્વી જેવી વિકસિત સભ્યતા રહેતી હોય. કેટલીક જગ્યાએ મનુષ્ય કરતાં પણ વધુ બુદ્ધિમાન અને વિકસિત પ્રાણીઓ રહેતા હોય એવું બની શકે છે. પૃથ્વી પર વસતા મનુષ્યોનું કોઇ પરગ્રહ પર પહોંચવું અને પરગ્રહવાસીઓનું પૃથ્વી પર આવવું અસંભવ નથી. ’ચેરિઓટ્સ ઓફ ધ ગોડ્સ’ પુસ્તકના લેખક એરિક વોન ડાનિકેને અનેક પ્રમાણો અને પુરાવાઓ સાથે એ સાબિત કર્યું