નિતુ - પ્રકરણ 59

  • 1.2k
  • 897

નિતુ : ૫૯ (આડંબર)નિતુએ ઓફિસમાં આવી આગળની કમાન સંભાળી. નવીનને ગઈ કાલે જે કામ સોંપવમાં આવ્યું હતું એ અંગે ચર્ચા આદરી. જોકે તેની વાતોને બીજી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરતાં નવીન પર તેને શંકા ઉપજી.સવાલ કરતા નિતુએ તેને પૂછ્યું, "નવીન! ગઈ કાલે તને જે હવરલી બેઝ પર રિપોર્ટ કાઢવાનું કામ કહેલું એ તે કરી નાખ્યું છેને?"શું ઉત્તર વાળવો એવા અવઢવમાં ઉભેલા નવીને ગોળ ગોળ વાત કરતાં કહ્યું, "અ... હા, કામ તો થયું... સમજોને કે... થઈ ગયું જ છે... પણ... એમાં એવું છેને કે એ કામ થોડું ઓછા રિપોર્ટ પર થયું છે."તેની વાત સમજવાનો પ્રયત્ન કરતા નિતુ બોલી, "થયું છે... ઓછા