આસપાસની વાતો ખાસ - 6

  • 328
  • 154

5.મધરાતનો મિત્રઆજે અમે  સહુ  હોસ્ટેલાઇટ્સ ખૂબ ટેંશનમાં હતા. અમારી વાર્ષિક પરીક્ષા ચાલતી હતી.  આ અમારી કારકિર્દીનું અંતિમ વર્ષ હતું. આ પરીક્ષા પણ અમારી સંસ્થામાં અઘરી ગણાતી. ભલભલા હોંશિયાર કહેવાતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફેઇલ થતા તો  ઉચ્ચ કારકિર્દીનાં સપનાં રોળાઈ જતાં. માબાપના લખલૂટ પૈસા પાણીમાં જાય એ અલગ.પહેલા પ્રયત્ને  પાસ થવું ખૂબ અઘરું હતું. તે ઉપરાંત જરૂરી ન હતું કે તમે બીજા કે ત્રીજા પ્રયત્ને પણ પાસ થાઓ.આ જ કારણે હું પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખૂબ ટેન્શનમાં હતો.મેં આખો દિવસ સતત વાંચ્યા જ કર્યું.  સાંજે થોડો વખત ઊભા થઈને ઊંડા શ્વાસ લેતાં  હોસ્ટેલની લોબીમાં આંટો મારતાં મેં આજુબાજુની રૂમોમાં જોયું તો સહુ