જીવન ચોર...ભાગ 2 (તરસ)

  • 496
  • 210

   ઠાકોર રઘુવીર સિંહ: પકડો એ જીવનયાને... શુદ્ધદેવ ભૂદેવ ને ત્યાંના કૂવામાંથી પાણી પીધું છે.. જાતનો અછૂત થઈને આટલી મોટી ભૂલ?.. આજે તો ગામમાં એની બેન અને માને વચ્ચે વચ બોલાવીને પૂછીએ કે શાસ્ત્રીય મર્યાદા નું ભાન છે કે જતું રહ્યું છે? (લોકો જીવનની પાછળ દોડે છે.. નાનો નવું વર્ષનો જીવન ઝડપથી ભાગીને દૂર ગામની સીમાપાર.. પર્વતો ભણી પહોંચી જાય છે. ભાગતા ભાગતા એને ભાન નથી રહેતું, કે રાત પડી ગઈ છે.. અને એ પર્વતના પથ્થર પાછળ છુપાઈ જાય છે. ( બીજે દિવસે પરોઢ થતા.. એ દાબે પગલે પોતાના ગામ ભણી ભાગે છે...) એ જઈને જુએ છે તો ગામની વચ્ચે વચ એક ઘેઘૂર