પુષ્પા: ધ રૂલ

(11)
  • 1.1k
  • 460

પુષ્પા: ધ રૂલ- રાકેશ ઠક્કર  અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા: ધ રૂલ’ દરેક પ્રકારના દર્શકો માટે છે. એક્શન, ડાયલોગબાજી, ડાન્સ, કોમેડી, ડ્રામા, મહિલા સશક્તિકરણ, ઇમોશન વગેરે જે જોઈએ તે એમાં મળી જાય છે. ફિલ્મનો હેતુ ભરપૂર મનોરંજન આપવાનો છે એમાં સફળ રહે છે. ફિલ્મ જોતી વખતે મગજનો ઉપયોગ કરવાનો નથી. કોઈ લૉજિકની અપેક્ષા પણ રાખવાની નથી. સિનેમાને જીવંત રાખવા માટે પણ આવી માસ મસાલા સાથેની મનોરંજક ફિલ્મો જરૂરી ગણાય છે. અલ્લુએ ‘પુષ્પા 2’ થી માસ હીરોનું કદ ઊંચું કરી દીધું છે.ફિલ્મમાં પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ છે. પહેલાં કેટલાક નકારાત્મક મુદ્દા જોઈએ તો ઘણા દ્રશ્યોનું વાર્તા સાથે જોડાણ નથી. શરૂઆતમાં પુષ્પા જાપાનમાં લોકો સાથે લડતો દેખાય છે અને ગોળી વાગ્યા પછી પાણીમાં પડી