હું માત્ર તારો જ છું

  • 2.3k
  • 1k

 વનશ્રી વિનત નિવાસની બહાર ઉભી હતી. તે પગથિયું ચડતી હતી. ત્યાં ઉભી રે ખબરદાર જો પગથિયું ચડી તો એવો ભયંકર અવાજ પાછળના આઉટ હાઉસ માંથી આવે છે વનશ્રી પાછળ ફરી અને જુએ છે. વનશ્રી દેખાવમાં ખુબ જ રૂપવાન હતી. તેનો દેહ બાગમા ખીલેલા ઘાટા ગુલાબી રંગના ગુલાબની કોમળ પાંખડી જેવો હતો. તેનું કપાળ તેના તેજ સૌંદર્યને શોભાવી રહ્યું હતું. તેની તેજસ્વી આંખો અને ગુલાબી ઓષ્ઠ જાણે ભલભલાના ગુસ્સાને ઓગાળી દે. અને તેના ગાલોની સુધા ચાખવા માટે જાણે પ્રકૃતિ પણ દોડીને આવે છે. આ સુડોળ કાયા પર પિંક કલરનું ક્રોપ ગાઉન ઝબકારા મારી રહ્યું હતું. વનશ્રી વિનતની સામે જુએ છે. વિનત