તારી પીડાનો હું અનુભવી - ભાગ 21

  • 516
  • 240

સ્કૂલમાં મારા દેખાવના લીધે સતત અપમાન, હીનપણું ભોગવીને વર્ષો માંડ માંડ પસાર થયા હતા. કોલેજના સપના તો બધા જોતા હોય. મને પણ બીજી છોકરીઓ જેવી લાગણીઓ કુદરતી રીતે જ થતી. પણ વાળ વધારવા માટે પાર વગરના ઉપાયો કરીને, દરેક નવા ઉપાય વખતે અસંખ્ય આશાઓ સેવીને અને અંતે નિરાશ થઈને હું સખત થાકી ચૂકી હતી.અંતે બધા પ્રયત્નો ફેઈલ થતા કોઈએ હેર ટ્રાન્સપ્લાન્ટની વાત કરી. હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા પછી મારા કેસમાં એ પણ ફેઈલ રહ્યું.હવે છેલ્લો ઉપાય હતો વિગ. સ્કૂલમાં તો બધા મને પહેલેથી જ જાણતા હતા એટલે વિગ પહેરવાથી લોકોની નજર સામે હું હજુ વધારે મજાક બની