ડાયરી સીઝન - 3 - તમને તમારા લંગોટિયા મિત્રોના સમ..!

  • 450
  • 144

શીર્ષક : તમને તમારા લંગોટિયા મિત્રોના સમ...!    ©લેખક : કમલેશ જોષી   હમણાં એક લગ્ન પ્રસંગે આગલી રાત્રે યોજાયેલ ડિસ્કો દાંડિયાની મ્યુઝીકલ પાર્ટીમાં એકદમ ઈન્ટરેસ્ટીંગ અને ઈમોશનલ દૃશ્ય માણવા મળ્યું. ગાયકે ગરબાના તાલે ‘યારા તેરી યારી કો, મૈંને તો ખુદા માના, યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના’ અને ‘યે દોસ્તી હમ નહિ તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથના છોડેંગે’ ને એવા એવા યારી-દોસ્તીને લગતા ગીતો ઉપાડ્યા અને જુવાનીયાઓ ને બદલે પચાસ-સાંઠની ઉંમરે પહોંચી ગયેલા લગભગ બારથી પંદર વડીલો બબ્બે પાંચ-પાંચના જૂથો રચી, ખરેખર ઉમળકા સાથે ગ્રાઉન્ડ પર આવી ઝૂમવા લાગ્યા. એ લોકો ઝૂમતા તો હતા જ પણ સાથે સાથે રાગડા