આર્યન અને ઉર્મિલાએ એક સાથે ડાયરીના સંકેતો પર કામ કરવાનું શરૂ કર્યું. ડાયરીમાં લખાયેલ શિલાલેખો અને ચિત્રો પર તેમણે સારી રીતે નજર કરી. આર્યન ખાસ શિલાલેખોની ભાષાને સમજવામાં નિષ્ણાત હતો, જ્યારે ઉર્મિલા તેની માર્ગદર્શક બની રહી. ડાયરીના પાનાંની પાથરેલ કથાઓ અને સંકેતોથી તેમની પાસે એક સ્પષ્ટ દિશા આવી: અંબિકા ગઢ ખંડેર.....આ ખંડેરને લઈને લોકોમાં ઘણા પ્રકારની વાતો પ્રચલિત હતી. તે જગ્યા ભૂતિયાં અને અવિશ્વસનીય ઘટનાઓ માટે કુખ્યાત હતી. આર્યને ઉર્મિલાને પહેલા જ ચેતવણી આપી હતી, "અંબિકા ગઢ ખંડેર સુધી પહોંચવું ખતરનાક છે. ત્યાં ગઈને પાછા ન ફરનારા લોકોની અનેક કથાઓ છે. લોકો કહે છે કે ત્યાં રહસ્યમય શક્તિઓનું રાજ્ય છે."ઉર્મિલાએ ઊંડો