મિશાએ વિકી સામે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો. વિકી સ્તબ્ધ હતો. વિકીએ એક નજર પોતાના માતા પિતા તરફ કરી અને ત્યારબાદ અશ્વિનભાઈ તરફ જોયું. અશ્વિનભાઈ જાણે રાહ જોઈને બેઠાં હતાં કે વિકી શું જવાબ આપે છે એમ. આ બાજુ રેના, હેપ્પી અને પરમ પણ આઘાતમાં હતાં. વિકીએ એક નજર રેના તરફ કરી. પછી મિશાના લંબાયેલા હાથ તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લઈ તેણે મિશાના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. મિશા તો એટલી ખુશ થઈ ગઈ કે ઊભી થઈને વિકીને બધાની વચ્ચે જ ભેટી પડી. વિકીએ પણ તેને પોતાના આલિંગનમાં લઈ લીધી. "ઓહ વિકી, આ મારી બર્થડેની સૌથી અણમોલ ગિફ્ટ છે.