ભાગવત રહસ્ય-૧૭૪ શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા. દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે. તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ. ફૂલમાં લક્ષ્મીજીનો વાસ છે.ફૂલ પગ નીચે આવે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે. મહાભારતમાં વર્ણન છે –કે લક્ષ્મીજી ક્યાં રહે છે અને ક્યાં નથી રહેતાં. જે ઘરમાં ભિખારીનું અપમાન