ભાગવત રહસ્ય - 173

ભાગવત રહસ્ય-૧૭૩   ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે. (ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” “દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ?   એવા દુર્ગમ ચરિત્ર વાળા પ્રભુ મારી રક્ષા કરો.” “હું પશુ છું,કાળના પાશમાં ફસાયો છું.મારા જેવા શરણાગત,પશુ-તુલ્ય,અવિદ્યાગ્રસ્ત-જીવની.અવિદ્યારૂપ ફાંસીને –સદાને માટે કાપી નાખવાવાળા, અત્યંત દયાળુ તેમજ દયામાં કોઈ પણ દિવસ આળસ નહિ