ભાગવત રહસ્ય - 167

ભાગવત રહસ્ય-૧૬૭   પ્રહલાદ કહે છે-કે –“નાથ,એવી કૃપા કરો કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મનમાં ના આવે. કોઈ પણ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદયમાં કોઈ દિવસ કામનાનું બીજ અંકુરિત ન થાય, કોઈ કામનાઓનો અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”   સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે.જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી –એ જ સંસારમાં સુખી છે. “ચાહ ગઈ –ચિંતા ગઈ-મનુવા બેપરવાહ, જીસકો કછુ ન ચાહિએ-વહ-જગમેં શહેનશાહ “ સુખ ભોગવવાનો સંકલ્પ થાય,એટલે મનુષ્ય માં રહેલી બુદ્ધિ-શક્તિ ક્ષીણ થાય છે. પ્રહલાદે વિશિષ્ઠ વરદાન માગ્યું છે. “વાસના જાગે એટલે તેજ નો નાશ થાય છે,