ભાગવત રહસ્ય - 162

  • 260
  • 110

ભાગવત રહસ્ય-૧૬૨   સેવા ને પૂજામાં ભેદ છે.જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા. બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે-ત્યારે –પ્રાણાય સ્વાહા-ઉદાનાય સ્વાહા...વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ-કહી-સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે-પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.   જયારે ભગવાનની સેવામાં વૈષ્ણવો –ભગવાનની સામે થાળ ધરાવી-પંદર વીસ મિનિટ સુધી –ઓમ નમો ભગવતે વાસુદેવાય-ના જપ કરી –પ્રેમથી મનાવી મનાવી-ભગવાનને જમાડે છે. જયારે દેવ મંત્રાધીન બને છે-તે પૂજા અને જયારે દેવ પ્રેમાધીન બને છે-તે સેવા.   આજકાલ લોકો બહુ પુસ્તકો વાંચે છે-ભણેલા –જ્ઞાની –બુદ્ધિશાળી