ભાગવત રહસ્ય-૧૬૦ બહુ ભણેલો ના હોય- હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે.અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી, તેમ છતાં તે સારું કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.આવી જ રીતે સેવા માર્ગ માં –પરમાર્થમાં-શ્રદ્ધા રાખવી પડે છે. બહુ ભણેલા ના મનમાં કુતર્કો થાય છે –કે ભગવાન ક્યાં આરોગે