ભાગવત રહસ્ય-૧૫૯ જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે. જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે. વૈષ્ણવો (ભક્તો) માને છે-કે-સર્વ પદાર્થમાં ઈશ્વર છે-એમ સમજી વ્યવહાર કરવાનો છે. જ્યાં સુધી ઈશ્વરના કોઈ એક સ્વરૂપમાં