ભાગવત રહસ્ય - 158

  • 862
  • 492

ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થયેલી.મુક્તાબાઈએ ગોરા કુંભાર ને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું.”આમાં પાકા કોણ અને કાચા કોણ છે?”ગોરા કુંભાર ઉભા થયા અને બધાના માથા પર –ટપલી મારી પરીક્ષા કરે છે.(માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ) ભક્તોમાં એક નામદેવ પણ હતા.તેમને અભિમાન થયેલું-કે ભગવાન મારી સાથે વાતો કરે છે-હું ભગવાનનો લાડીલો છું.   ફરતા ફરતા ગોરા કુંભાર નામદેવ પાસે આવ્યા અને માથા પર ટપલી મારી. નામદેવ કંઈ બોલ્યા નહિ. પણ મોં સહેજ બગડ્યું.“આ રીતે કુંભારના હાંડલા પારખવાની રીતે મારી પરીક્ષા થાય ?” બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહિ.ગોરા કાકાએ નિર્ણય જાહેર કર્યો-કે-