જીવન પ્રેરક વાતો - ભાગ 03 - 04

  • 1.5k
  • 1
  • 798

છત્રપતિ શિવાજી મહારાજની આગ્રાની કેદમાંથી છૂટકારા માટેની રસપ્રદ કહાની - 03   1666 ઈસવીમાં, મુગલ બાદશાહ ઔરંગઝેબના આદેશ મુજબ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર શંભાજી રાજાને રાજસિંહ કચ્છવાહાની દેખરેખ હેઠળ આગ્રામાં જયપુર નિવાસ ખાતે કેદમાં રાખવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે આ કેદમાંથી છૂટવાની યોજના બનાવવાનું શરૂ કર્યું.   શિવાજી મહારાજે ઔરંગઝેબને વિવિધ પ્રલોભનો આપી મુકત થવા પ્રયાસ કર્યો, પરંતુ એ વ્યર્થ ગયા. એક દિવસ, શિવાજી મહારાજે ઔરંગઝેબને સંદેશો મોકલાવ્યો કે તેઓ જીવનના બાકી દિવસો સાધુ તરીકે વિતાવવા માંગે છે. આ સાંભળીને ઔરંગઝેબ હસ્યો અને કહ્યું કે “બરાબર છે, પ્રયાગના કિલ્લામાં જાઓ અને ત્યાંથી તીર્થયાત્રા શરૂ કરો.”   આ પરિસ્થિતિથી