નિતુ - પ્રકરણ 56

  • 1.1k
  • 712

નિતુ : ૫૬ (આડંબર) નિતુને નવી રાહ પકડવા માટે કોઈ રસ્તો દેખાતો નહોતો. કઈ દિશામાં જવું એ જ તેને સમજાતું નહોતું. તેની આશા નિકુંજ પર ટકેલી હતી પરંતુ તેના સુધી પહોંચવું વધુને વધુ મુશ્કેલ બનતું જતું હતું. જો કે સૌથી મહત્વનું પણ એ જ હતું, કારણ કે નિકુંજ સિવાય વિદ્યાની પોલ ખોલી શકે તેવું કોઈ નહોતું. તેને શોધવાના તમામ પ્રયત્નો બંને કરી રહી હતી.અંતે તેને એ સમાચાર મળ્યા કે તે આ જ શહેરમાં છે, છતાં કોઈ પ્રકારના કોન્ટેક્ટ વિના તેના સુધી જવુ થોડુંક કપરું હતું. તો બીજી બાજુ ઓફિસમાં આ અંગે કોઈ સાથે વધારે ચર્ચા કરી શકાય એમ નહોતું. હાલ તેને