શ્યામ રંગ....લગ્ન ભંગ....7

  • 1.3k
  • 730

અનંત તેની મિત્રના આવા વતૅન અને વ્યવહાર થી ખૂબ અચંભીત અને ઉદાસ થઈ ગયો હતો.તેને આરાધના પર ગુસ્સા કરતા ચિંતા વધારે થઇ રહી હતી.આ ઉદાસીમાં અનંતને તેની મિત્ર આરાધનાની કમી વર્તાઈ રહી છે. હા,        બન્ને નાના હતા ત્યારે તો રોજ છત પરથી તારલા અને ચાંદા સાથે વાતો કરતા,હવે એ જ બન્ને મિત્રોની મિત્રતાને ગ્રહણ લાગી ગયુ હતુ. અનંત જ્યારે છત પર જઈ ત્યાથી આકાશમાં તારલાઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે અનંતને તેની નાનપણની સૌથી પાક્કી દોસ્ત ની યાદ આવી રહી હતી. જ્યા તે બન્ને સાથે બેસીને તારલાઓ ગણતા અને ચાંદામાં દેખાતી પેલી ડોશી અને બકરીની વાતો કરતા.