સિંગલ મધરની વૃદ્ધાવસ્થા

  • 988
  • 358

" સિંગલ મધરની વૃદ્ધાવસ્થા"વૃદ્ધાશ્રમના એક ખૂણામાં એક મહિલા ડુસકા ભરી રહી હતી.એ વખતે એક યુવાન વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યો હતો.વૃદ્ધાશ્રમના વહીવટકર્તાનો માણસ એ યુવાનને વૃદ્ધાશ્રમની પ્રવૃતિઓ અને વૃદ્ધોના આશ્રયસ્થાન બતાવી રહ્યો હતો.એ વખતે એ યુવાનની નજર એ વૃદ્ધ મહિલા પર પડી.યુવાન એ મહિલા પાસે આવ્યો.પૂછ્યું.. આંટી તમે કેમ રડી રહ્યા છો? આ વૃદ્ધાશ્રમમાં તકલીફ પડે છે? કોઈ સગવડો કે ભોજન પૂરતા પ્રમાણમાં મળતું નથી?આ સાંભળીને એ મહિલા રડતી શાંત થઈ.એણે એના આંસુ લૂછી નાંખ્યા.બોલી:-' મને અહીં કોઈ તકલીફ નથી. આ વૃદ્ધાશ્રમ ઘણું સારું છે. મેં જ આ વૃદ્ધાશ્રમમાં આવવાનું પસંદ કર્યું હતું. સગવડો સારી છે..તેમજ બે ટાઈમ સમયસર ભોજન તેમજ બે