કાર્ટૂન જગતના પિતામહ વોલ્ટ ડિઝની

  • 652
  • 214

 કાર્ટૂનજગતના પિતામહ વોલ્ટ ડિઝની              ન્યૂયોર્કથી કેન્સાસ સિટી જઇ રહેલી ટ્રેનમાં અનેક મુસાફરો પૈકી ૨૭ વર્ષનો એક યુવાન પણ હતો. નિષ્ફળતા-દગો-હતાશા અને ક્રોધે આ યુવાનના હૃદયમાં જાણે કબ્જો જમાવીને બેઠા હતા અને આંખો શૂન્યમનસ્ક હતી. 'હવે મારા ભવિષ્યનું શું? છેલ્લા કેટલાય વર્ષોથી જે સ્વપ્ન જ મારા જીવવાનું કારણ છે તે શું ક્યારેય પૂરા નહીં થાય?'. 'મારી જ સાથે શા માટે આ રીતે દગો થયો?' શું મારે વારંવાર સફળતા હાથતાળી આપીને જતી રહેશે?' આવા અનેક સવાલો આ યુવાનના મનમાં સવાર હતા. અચાનક જ કોઇ અંતઃસ્ફુરણા થઇ અને ગજવામાંથી પેન કાઢીને પોતાના હાથમાં જે કાગળ આવ્યો તેને