મારા અનુભવો - ભાગ 22

  • 492
  • 168

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 22શિર્ષક:- બ્રહ્મચર્યદીક્ષાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…22. "બ્રહ્મચર્યદીક્ષા"શ્રી ગંગાજીની રેતીમાં અડધો ઇંચ જાડી લોખંડની પ્લેટો દ્વારા બનાવેલી સડક ઉપર ચાલીને હું સાંજે કુંભમેળાના લગભગ બીજા છેડે, ગંગાજીના ઊંચા કિનારા ઉપર સ્થિત ચેતનદેવ કુટિયા પહોંચ્યો. બાજુમાં જ સાધુબેલા આશ્રમ, ગંગેશ્વરનંદજી, હંસદેવજી તથા અન્ય ઉદાસીન સંપ્રદાયના મહંતોના પણ આશ્રમો હતા. આમાંથી મોટા ભાગના સંતોનું કાર્યક્ષેત્ર સિન્ધ-પંજાબમાં હતું. ગુરુ નાનકદેવના પુત્ર દ્વારા પ્રચલિત આ સંપ્રદાયને પંજાબમાં અકાલી શીખોના ઝનૂનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેમનાં ધર્મસ્થાનોમાં ગુરુગ્રંથ સાહેબને પણ પૂજ્ય સ્થાન મળતું. ગુરુગ્રંથ સાહેબ જ્યાં હોય તે બધાં સ્થાનો શીખોનાં