નારદ પુરાણ - ભાગ 54

  • 372
  • 126

સનત્કુમાર બોલ્યા, “હે વિપેન્દ્ર, હવે હું ગણેશના મંત્રોનું વર્ણન કરું છું. સર્વ અભીષ્ટ વસ્તુને આપનારા આ મંત્રોની સારી પેઠે આરાધના કરનારો સાધક ભુક્તિ (ભોગ) અને મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી લે છે.  ‘ङे’ વિભક્તિ (ચતુર્થી એક વચન) અંતવાળા ગણપતિ, તોય ભુજંગ, વરદ, સર્વજન, વહ્નિ:પ્રિય શબ્દોથી અઠ્ઠાવીસ વર્ણવાળો મંત્ર બને છે. ‘ૐ ગણપતયે તોયાય ભુજંગાય વરદાય સર્વજનાય વહ્નિપ્રિયાય નમ:’ આ મંત્રના ગણક મુનિ છે, નિચૃદ ગાયત્રી છંદ છે, ગણેશ દેવતા છે, ષષ્ઠ બીજ છે, શક્તિ આદિ છે. મહાગણપતિની પ્રીતિ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. મંત્રસાધકે શિરમાં ઋષિનો, મુખમાં છંદનો, હૃદયમાં દેવતાનો, ગુહ્યભાગમાં બીજનો અને બંને પગમાં શક્તિનો ન્યાસ કરવો. છ અંગોમાં