આસપાસની વાતો ખાસ - 5

  • 910
  • 454

4. ડોકટર તો ઉપર ગયા!હું મારા જૂના ડોકટરને કોઈક  નવાં દર્દ માટે બતાવવા ઘણે વખતે ગઈ.એ ડૉક્ટરનું દવાખાનું એ શોપિંગ સેન્ટરમાં નીચે જ્યાં હતું ત્યાં ન જોયું. ડોકટરનું બોર્ડ પણ ન હતું!   જો કે રસ્તા પર એમના નામ નીચે  આ તરફનો એરો બતાવતું બોર્ડ હતું એટલે હશે કદાચ આટલામાં જ. હું બાજુના મેડિકલ સ્ટોરમાં  પૂછવા ગઈ.  એ ડોકટર દવા લખી આપતા તે આ કેમિસ્ટ પાસે થી જ લેતી. એને ખ્યાલ હોવો જોઈએ."અહીં બાજુમાં દવાખાનાનું બોર્ડ કેમ નથી? સાહેબ ક્યાં છે?" મેં સ્ટોરમાં પૂછ્યું.સ્ટોરનો માલિક કોઈ કામમાં તો નહોતો, બેઠો બેઠો મોબાઈલ જોતો હતો. તેનું મોં  ફૂલેલું હતું. મેં 'હેલો' કહી