નવીનનું નવીન - 9

  • 946
  • 1
  • 514

નવીનનું નવીન (9)  રમણ અને ઓધવજી બંને નવીનના ગામના જ હતા.ઓધવજી ગોકુલનગરની પહેલી શેરીમાં 4 નંબરના મકાનમાં પહેલા માળે રૂમ અને રસોડું ભાડે રાખીને રહેતો હતો.   રમણ ઓધવજીની રૂમે જ જમતો હતો. રમણ ઉપરાંત બીજા દસેક જણ ઓધવજીની રૂમે લોજીંગ આપીને જમવા આવતા. ઓધવજીની પત્ની રસીલા વહેલી સવારે ચાર વાગ્યે ઉઠતી. સવારે ભાખરી અને ચા, બપોરે બે શાક, દાળભાત અને સાંજે શાક, રોટલા ને કઢી ખીચડી, એમ ત્રણ ટાઇમની દસબાર જણની રસોઈ એ બનાવતી.ઘરનું ભાડું અને બીજા ખર્ચા રસીલા ઉઠાવી લેતી એટલે ઓધવજી થોડીઘણી બચત કરી શકતો. સુરત હીરા ઘસવા આવેલા યુવાનો આવા કોઈ સબંધીના રસોડે જમીને કારખાનામાં જ સુઈ રહેતા. બને