આસપાસની વાતો ખાસ - 4

3. અજાણી મદદગારકોલેજથી છૂટી હું  દોડતી નજીકનાં  બસસ્ટોપ  પર ગઈ. મારા ઘરના રૂટની  બસ આવી એટલે ધક્કામુક્કી વચ્ચે  આખરે એ બસમાં ચડી.  બસમાં ભીડ ઘણી હતી પણ મને જગ્યા મળી ગઈ.  કંડકટર  પંચ  ખખડાવતો, ‘કોઈ બાકી ટિકિટમાં?’ બોલતો  મુસાફરોને ટિકિટ આપવા  ભીડ વચ્ચે માર્ગ કરતો આગળ આવી રહ્યો.  થોડી જ વારમાં તે મારી નજીક આવ્યો. તેણે  મારી સામું જોયું. તેને ખ્યાલ આવી ગયેલો કે હું આગલા સ્ટોપથી જ ચડેલી. મેં   મારી પાસેના ચોપડા મારી બગલમાં દબાવ્યા, એક સીટના હાથાનો સહારો લીધો અને ટિકિટ લેવા મારી પર્સ ખોલી. મારાં આશ્ચર્ય વચ્ચે  પર્સ સાવ ખાલી નીકળી. અંદરનાં પોકેટ્સ ફંફોસ્યાં.  બધું જ ખાલીખમ! કોઈએ