સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય કે સત્કાર્ય કરીએ તેનાથી પુણ્ય બંધાય એમ કહેવાય છે. જ્યારે ચોરી, હિંસા જેવા અમાનવીય કૃત્યો કરીએ તો પાપ બંધાય છે એમ કહેવાય છે. પણ ખરેખર પાપ-પુણ્ય ફક્ત ક્રિયાઓથી જ નહીં, ભાવથી પણ બંધાય છે.બીજાને સુખ આપવાનો કંઈપણ ભાવ થવો, બીજા માટે જાત ઘસી નાખવી, પારકાં માટે શુભ ભાવનાઓ કરવી, એ બધાથી પુણ્ય બંધાય છે. જ્યારે એથી વિપરીત બીજાને દુઃખ આપવાના ભાવ કરવા, વિચાર-વાણી-વર્તનથી કોઈપણ જીવને કિંચિત્માત્ર દુઃખ આપવું, તેનાથી પાપ બંધાય છે. કોઈ વ્યક્તિ માટે અવળા વિચારો આવે તેનાથી પાપ બંધાય