આસપાસની વાતો ખાસ - 3

  • 1.2k
  • 678

2.ઓનલાઇન ઓફલાઈનમા ને  થેલી અને પર્સ લઇ જતી  જોઈ દીકરાએ પૂછ્યું કે તે  આટલી ઉતાવળમાં ક્યાં જાય છે. મા એ કહ્યું “બસ,  આ નજીકમાં જ. અમુક ખરીદી  કરવા જલ્દી જવું પડશે. નહીં  મળે તો દૂર પણ જવું પડશે.”દીકરાએ કહ્યું “તું ઘણું કામ કરે છે. આટલે દૂર ચાલીને જવું રહેવા દે. અમુક કામ પતે  એટલે હું પોતે જઈ આવીશ. થોડો સમય આપ.“માએ  પોતે મંગાવતી હતી તે વસ્તુઓનું લીસ્ટ  દીકરાને પકડાવી  તેને અમુક ખરીદી કરી લાવવા કહ્યું.દીકરો કોઈ કામમાં હતો પણ તેણે ના પાડી નહીં.કામ લાંબુ ચાલ્યું. આખરે દીકરો કહે "અરે મા, આજકાલ તો ઓનલાઇનનો જમાનો છે. બધું ઘર આંગણે આવી જાય.