વિચારઘડિયાળમાં એકનો ટકોરો વાગતા જ કેવિન લંચબ્રેકમાં બાઈક લઈને પોતાની પ્રેમિકા નીતાને ઘરે જવા પુરા ગુસ્સામાં નીકળે છે. ***નીતાબેન માનવીનાં હાથનું લીંબુ પાણી પી ને પલંગ પર લાંબા થયા છે. તેમના મગજમાં માનવીની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે પોતાનો સાચો પ્રેમ કેવિન પણ દેખાઈ રહ્યો છે, પણ તે પોતાના નિર્ણંય પર મક્કમ છે.માનવી રસોડામાં બધું કામ આટોપવા લાગી છે. ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. માનવી ઘરનો દરવાજો ખોલે તો સામે કેવિનને જોઈને તે ખુશ થઈ જાય છે. તે સીધી કેવિનને ભેટી પડે છે. કેવિન માનવીને