પ્રેમ થાય કે કરાય? ભાગ - 33

  • 1.5k
  • 958

સવાલનીતાબેન ઊંડા શ્વાસ લઈને પોતાની જાતને શાંત કરે છે. તેમના પલંગની બાજુમાં મુકેલા તેમના અને રાકેશભાઈનાં ફોટોને હાથમાં લઈને નિહાળી રહે છે."તમે મને કેટલા સવાલો પૂછીને એક ગુનેગારનાં કઠેરામાં ઉભી કરી દીધી. તમે પુરષ એટલે તમને પૂરો હક છે. એક સ્ત્રીની વાત જાણ્યા વગર તેને ગુનેગાર બનાવી દેવાની. શું તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે એક પુરુષ વગરનું ઘર એક સ્ત્રી કેવી રીતે આ મોંઘવારીમાં ચલાવતી હશે? એક વિધવા સ્ત્રી કે જેના પર સમાજનાં જાતજાતના બંધનોથી તેની પગની બેડીઓ બંધાઈ હોય તે સ્ત્રી તેનાં જીવનના દરેક ડગલેને પગલે કેટલી મુસીબતોનો સામનો કરતી હોય છે? તેનાં પુરૂષનાં ગયાં પછી કેટલા