શ્યામ રંગ....લગ્ન ભંગ....6

  • 1.2k
  • 722

 લગભગ આઠેક દિવસ થઇ ગયા ,અનંત અને આરાધના વચ્ચે કોઈ  જ વાતચીત થઈ નથી.  નાનપણની મિત્રતામાં કોઈ દિવસ એવો નતો આવ્યો કે અનંત અને આરાધનાની નારાજગી આટલી લાંબી ચાલી હોય.બન્ને ઝધડતા, ખૂબ ઝધડતા, પરંતુ સાંજ થતા થતા આ અબોલા કે ઝધડો ક્યાંય હવામાં ઓગળી જતો બન્ને એકબીજાને મનાવી જ લેતા અને ફરીથી પાક્કા મિત્રો બની જતા.તેમની યુવાન મિત્રતા પર આજુબાજુના લોકો શું કહેશે કે શું વિચારશે તેની આ બન્ને મિત્રોને કોઈજ પરવાહ ન હતી, પરવાહ હતી તો એકબીજાની ખુશીની.સાથે હસવુ.. સાથે રડવુ...અને સાથેજ દરેક મુશ્કેલી માંથી બહાર આવવુ.હવે, તમે જ કહો શુધ્ધ અને પક્કી મિત્રતાનુ આનાથી રુડૂ બીજુ ક્યુ રૂપ હોય