પ્રેમ થાય કે કરાય? ભાગ - 25

  • 1k
  • 608

પ્રપોઝનીતાબેન રસોડામાં નિત્યક્રમ મુજબ રસોઈની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે માનવીનાં રૂમ તરફ નજર પણ રાખી રહ્યા છે. સવારનાં દસ વાગવા આવ્યા છતાં માનવીનાં રૂમમાં કોઈ હલનચલન નથી દેખાતી.થોડીવારમાં માનવી લાલ ફૂલોવાળો ડ્રેસ અને વાદળી હરીભરી લેંગીજ પહેરી, હાથમાં લાલ રંગનું બ્રેસલેટ જેવું આજની ફેશનનું પહેરી, સિલ્કી વાળ ખભા પર છુટા રમતા મૂકી રૂમમાંથી બહાર નીકળે છે."હમણાંથી બહાર જવાનું વધી ગયું છે." નીતાબેનનો કટાક્ષ માનવીનાં કાને અથડાય છે."હું મારા કામથી જવુ છું.""મને તો કહે શું કામથી જાય છે." નીતાબેન માનવીનાં પગથી માંડીને માથા સુધી એક નજર ફેરવી લે છે."ફ્રેન્ડને મળવા જવું છું." માનવી રઘવાટમાં જવાબ આપી રહી છે."કઈ ફ્રેન્ડ?""તું