નવીનનું નવીન - 6

  • 868
  • 464

નવીનનું નવીન (6)  લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠીયું સાઈકલ ઊભી રાખી એટલે નવીન ઠેકડો મારીને નીચે ઊતર્યો. સુરત આવવાના ઉત્સાહમાં નવીનનું ધ્યાન રસ્તા પર તાજા જ પડેલા પોદળા પર પડે એ પહેલાં એનો પગ પડી ચુક્યો હતો.શહેરની ગાયો કંઈ ઘાસચારો તો ચરતી નથી હોતી. ઘરઘરનો એંઠવાડ અને પ્લાસ્ટીકના કાગળો ખાઈને ઢીલા, ચીકણા અને દુર્ગંધયુક્ત પોદસનું સરળ અને હરજગહ ઉપલબ્ધ ઉત્પાદન કરતી હોય છે.   ડગમગ ડગમગ થતા સાઈકલના કેરિયર પર ઝગમગ ઝગમગ થવાના સપના લઈને સુરત આવેલા નવીને એનું પ્રથમ પગલું પોદસકેક કાપીને નહિ પણ ચેપીને ભર્યું. નવીને ઠેકડો માર્યો હોવાથી એનો પગ લપસ્યો અને નવીન એ પોદળા પર બેસી