ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 4

શંકરસિંહ શૈલેન્દ્રનું યોગદાન બોલીવુડના શોમેન રાજ કપૂરને તેમના અભિનયની સાથે તેમણે આપેલા યાદગાર ગીતો માટે પણ યાદ કરવામાં આવે છે. એ ગીતો મોટે ભાગે જેમણે લખ્યા છે એવા ગીતકાર શૈલેન્દ્રની શોધ કરનાર પણ રાજ કપૂર જ છે. મૂળ પાકિસ્તાનના રાવલપીંડી ખાતે તા.૩૦ ઓગષ્ટ ૧૯ર૩ના રોજ જન્મ લેનાર ગીતકાર શૈલેન્દ્રનું મૂળ નામ શંકરદાસ કેસરીલાલ શૈલેન્દ્ર હતું. તેમના બાળપણના સમયમાં માતા-પિતા મથુરા રહેવા આવી ગયા. અહીંયા માતાના આકસ્મિક અવસાનથી તેમના જીવન પર ગંભીર અસર થઈ અને શાયરી લખવા તરફ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉંમર વધવાની સાથે એક કાયમી અને સ્થાયી નોકરી માટેના પ્રયાસમાં ભારતીય રેલવેમાં વેલ્ડર તરીકે જોબ મળી. રેલવેમાં મળેલી આ