વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

  • 1.5k
  • 694

બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રકટ થઈ સમૂહ કવાયત કરે છે !  દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. આવા રહસ્યોમાં એક રહસ્ય છે પ્રોતાત્માઓની કામગીરી. કોઈ વ્યક્તિ કે આખા સમૂહનું જે જગ્યાએ મરણ થયું હોય તે જગ્યાએ તે પ્રેતાત્મા રૃપે ફરી દેખાયા કરે એવી અનેક ઘટનાઓ બને છે. મોટેભાગે તે મરણ પામે ત્યારે જે ક્રિયા કરતા હોય તેનું પુનરાવર્તન થતું રહે છે એવું જોવામાં આવે છે. બ્રિટનના ઈંગ્લીશ લોક સેક્ટરમાં દર વર્ષે જૂન મહિનાની પચ્ચીસમી તારીખે સેંકડો લોકો એકઠા થાય છે. સોથી પણ વધારે સંખ્યાના સૈનિકોની પરેડ જોવા તે ત્યાં એકઠા થાય છે. કેટલાક તો આ દ્રશ્ય વધારે