શ્યામ રંગ....લગ્ન ભંગ....5

  • 1.5k
  • 872

ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત તો દરેક દિવસ છેલ્લો દિવસ હોય એ રીતે આ દિવસો નો આનંદ લે.દરેક દિવસ ને દિલથી જીવે,મનમા ભરીને નહીં.આરાધના એ પણ હવે તો પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી દીધી છે.ગમતી પ્રવૃત્તિઓ માં જોડાતા ક્યારેક ક્યારેક થોડુ થોડુ હસ્યા કરે.ખરેખર, આરાધનાનો હસતો ચહેરો જાણે પૂનમના ચાંદ જવો ચળકતો અને શીતળતા આપતો હોય તેવો લાગે.આરાધનાને નાનપણમાં ગાયન અને વાદન નો ખૂબ શોખ હતો પણ ભણવામાં ધ્યાન દેવાના ચક્કરમાં છોડી દીધેલુ.અનંતના સાથથી આરાધનાએ ફરી સંગીત ને હાથ અડાડ્યો હતો.સંગીત માણસના મન અને આત્મા માટે એક દવાની જેમ કામ કરે છે એ વાત આરાધનાની