ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3

  • 858
  • 470

નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્રીઓની વાત આવે ત્યારે દેવિકારાણીથી માંડીને વહીદા રહેમાન, મીના કુમારી, આશા પારેખ કે સાધના કે અત્યારની એશ્વર્યા રાય કે કેટરિનાની વાત થાય પણ ક્યારેય નંદાના હિન્દી ફિલ્મોના યોગદાન અંગે કોઇ સમીક્ષક વાત કરતો હોય તેવું સંભળાયું નથી આમ તો આ અભિનેત્રી તેમના સમયના મરાઠી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા માસ્ટર વિનાયકની પુત્રી હતી અને જેને હિન્દી ફિલ્મોના સીમાચિહ્ન ફિલ્મકાર માનવામાં આવે છે તે વી.શાંતારામની ભત્રીજી હતી પણ તેને પોતાની કારકિર્દી જમાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરવા છતાં પણ જે લોકપ્રિયતા તેની સમકાલીન મનાતી વહીદા રહેમાન,