"જીવન એ કોઈ પરીકથા નથી"( સાત હપ્તાની ટુંકી ધારાવાહિક)( ભાગ -૬ છેલ્લો ભાગ)મમ્મી કાયમ કહેતી હતી કે જીવન એ કોઈ પરીકથા નથી.જીવનની વાસ્તવિકતા સ્વીકારવી પડે.હા..સ્વપ્નો જોવા જ જોઈએ.સ્વપ્ન ક્યારેક હકીકત બની જતા હોય છે.મમ્મીએ કહ્યું કે પરીકથા લખાય. લખવામાં વાંધો નથી.પણ ખોટા સ્વપ્નમાં વિહાર કરાય નહીં.બસ પરીકથા લખતો હતો. જીવનને સમજવાની કોશિશ કરતો હતો.મમ્મીના મૃત્યુને ત્રણ વર્ષ વિતી ગયા.મમ્મીના ફોટા સામે જોઈને મમ્મીની શીખામણો યાદ કરતો હતો. એમણે કહેલી શીખામણ મુજબ જીવવા કોશિશ કરતો હતો.એટલામાં મધુર અવાજ આવ્યો.મમ્મીને યાદ કરો છો? યાદ આવે જ. મમ્મી એટલે મમ્મી.હા.. કાવ્યા.. મમ્મી એટલે મમ્મી. યાદ આવે જ ને.કાવ્યા એટલે મારા જીવનમાં આવેલી પરી.અરે પરી