સપ્રેમ ભેટ

  • 1.1k
  • 324

" મંજુ...એ..મંજુ... " સવારના પહોરમાં મંજુબેનને બહાર હિંચકા પર બેઠેલા કેશુભાઈનો ધ્રૂજતો અવાજ સંભળાયો. " અરે શું છે પણ ? સવારના પોરમાં મંજુ - મંજુ મંડી પડ્યા છો.. " મંજુબેને છણકો કરતા કહ્યું. મંજુબેન કેશુભાઈ પાસે આવ્યા. અને તેમની બાજુમાં બેઠા અને તેમને ચા આપી. " વાહ મારી મંજુ. એક તું જ છો જે મને ખુબ સારી રીતે સમજે છે. " કેશુભાઈએ ચાની ચૂસકી લેતા કહ્યું. " હા તે ખબર જ હોય ને..પાંત્રીસ વર્ષથી તમને સહન કરતી આવી છું." મંજુબેન બોલ્યા. " લે તું મને સહન કરે છે ? સહન તો હું તને કરી રહ્યો છું. " કેશુભાઈ એમ કહેતા