સંઘર્ષ - પ્રકરણ 12

  • 540
  • 2
  • 228

સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૨ – પ્રથમ પ્રયાસ રાજકરણ થોડી વાર તો મૂંઝાયો. વર્ષોથી ચાલી આવતી વણલખી પરંપરાને તોડવાની આ વાત હતી. અહીં આવ્યા અગાઉ લોકોને તે પોતાની સાથે ગુજરદેશની સ્વતંત્રતાના સંગ્રામમાં કેવી રીતે જોડશે તેની તમામ યોજના એ મનમાં ગોઠવીને આવ્યો હતો. પરંતુ તેની યોજનામાં આ પ્રદેશની સ્ત્રીઓ તો સામેલ હતી જ પરંતુ તેમના પ્રત્યેની મોટાભાગના પુરુષોની અવગણનાની લાગણીને દૂર કેમ કરવી એ સામેલ ન હતું એટલે